Thursday, August 20, 2009

About Me

About me
પિતાજીથી શરુ કરું.
કાઠિયાવાડમાં ધ્રાંગધ્રા પાસે ઢવાણા ગામના.
ત્યાંથી પાટણ પાસે ,ચાણસ્મા નજીક ભાટસર ગામે વસ્યા.
વળી ત્યાંથી ૧૪ વર્ષના વનવાસે વડોદરા નજીક સાંકરદામાં રહ્યા.
ત્યાં અમારો ભાઈ-બહેનોનો જન્મ.
ત્યાંથી સરકીને કડી ગામે ગયા,જ્યાં મારા મામા વકીલાત કરતા’તા.
થોડાં વર્ષ ત્યાં વિતાવી પાછ ઠેરના ઠેર-ભાટસર.
મારું ભણતર કડીથી શરુ થઈ ભાટસર;વળી કડી;ત્યાંથી અમદાવાદ એક વર્ષ.ફરી કડી.એસ.એસ.સી. અહીં પૂરું કર્યું.૧૯૫૩માં મુંબાઈ,સીડનહામ કોલેજમાંથી બી.કોમ.
પછી માસ્તર,પ્રૂફરીડર,એકાઉંટંટ,બાંધકામ,મટીરીયલ સપ્લાયર.
કવિતામાં રસ પહેલેથી.કવિતાનો જન્મ થઈ ચૂકેલો;પણ એના રવાડે ચઢેલો નહીં.
હવે રંગલો જામ્યો અહીં અમેરિકામાં.
વગર મૂડીનો આ એકલો વ્યવસાય છે એટલેગોઠી ગયું છે.
દેખિયે આગે આગે હોતા હૈ ક્યા?

No comments:

Post a Comment